Search This Blog

Blog Archive

Theme images by Storman. Powered by Blogger.

Popular Posts

Featured Posts

Wednesday, 20 September 2017

ગાય ની છાસ ની સજીવખેતી માં ઉપયોગીતા.

- No comments

ગાય ની છાસ ની સજીવખેતી માં ઉપયોગીતા.  

                ગાય ની  છાસ  ખેતી  માં  ખુબજ  ઉપયોગી  થઇ  સકે  છે. આઠ થી દસ દિવસ છાસ ને રાખી દેવી ખુબજ ખાટી થઇ જશે અને વાસ મારશે. છાસ માં ખટાસ હોવાથી તે કોઈપણ જાત ની ફૂગ હોય તેનો નાશ કરી સકે છે. આથી સજીવ ખેતી માં કોઈપણ જાત ની ફૂગ આવે તો તેમાં પાણી નાખી અને છાસ નો છંટકાવ કરી શકાશે .

              તમારી જમીન માં ખારાસ નું પ્રમાણ વધારે હોય તો તેને દુર કરવા પણ છાસ નો પ્રયોગ કરી સકાય અને તે માટે ખારાસ વાડી જમીન માં  ખાટી છાસ ને પાણી સાથે ધોરીયા ધ્વારા આપી ને જમીન ને સુધારી સકાય છે. આ પ્રયોગ ગણ બધા લોકો એ કરેલ છે. અને સારા માં સારું પરિણામ મળેલ છે.
         છાસ દ્વારા ખારા પાણી ઉપર નિયંત્રણ રાખી શકાય છે . મેં જાતે પ્રયોગ કરેલ છે. અમારે ગામ નું પાણી ૧૦૦૦૦  દસ હજાર ટી.ડી.એસ. છે . મેં અખતરો કરીયો તે પ્રમાણે ૫૦ એમ. એલ. પાણી માં ૫ એમ. એલ. છાસ નાખી  તો  પાણી ના ટી.ડી.એસ. ૧૦૦૦૦ થી સીધા ૭૩૦૦ સાત હજાર ત્રણસો ટી.ડી.એસ. ઉપર પાણી આવી ગયું. મતલબ કે ૨૦૦૦ થી ૨૫૦૦ ટી.ડી.એસ. કંટ્રોલ થઇ શકે. લીંબુ ના ફૂલ નો પણ ઉપયોગ ટી.ડી.એસ. ગટાડવા માટે થઇ શકે. 

કુદરતી ખેતી (ઓર્ગેનિક ખેતી) એટલે શુ.?

- No comments

કુદરતી ખેતી (ઓર્ગેનિક ખેતી) એટલે શુ.?

રાસાયણીક દવા કે ખાતર વગર ની  ખેતી ને રસાયણમુક્ત ખેતી, સજીવ ખેતી ,જૈવિક   ખેતી,પ્રાકૃતીક ખેતી, ઑર્ગૅનિક ખેતી અથવા કુદરતી ખેતી કહે છે.અને અંગ્રેજી મા ઑર્ગૅનિક ફાર્મિંગ.
            આપણે કુદરતી ખેતી ની શુન્ય બજેટ ખેતી પણ કહી સકિયે.આ પ્રકાર ની ખેતી મા કોઈ પણ પ્રકાર ની બહાર થી ખરીદેલી,ઝેરી વસ્તુ ઑ નો ઉપયોગ નથી કરવામા આવતો. આજથી સો દોઢસો વર્ષ પહેલા જેવી રીતે આપણા પૂર્વજો ખેતી કરતા હતા તે બધી રીતો ( જે હૂ આ બ્લોગ મા જણાવીશ ) અપનાવી આપણે કુદરતી ખેતી કરવાની છે.અને જો તમે આજ થી જ આ નાની બાબતો ધ્યાન મા રાખી ને કુદરતી ખેતી કરવાનુ ચાલુ કરશો તો તમારો ઉત્પાદન વધશે અને જમીનનુ તથા તમારુ સ્વાસ્થ્ય પણ જણવાશે..
           મિત્રો.. આપણી જમીનો રાષાયણિક ખાતરોના ઉપયોગથી બગડી રહી છે ,તેની ફળદ્રુપ્તા ઘટવા લાગી છે. રાષાયણિક દવાઓના કારણે આપણા સ્વસ્થ્ય ઉપર માઠી અસર પડી રહી છે. પરંતૂ કુદરતી ખેતીમા ઓછો ખર્ચ અને વધુ ઉત્પાદન આવે છે... તે માત્ર આપણી જમીન માટેજ નહી પણ આપણા સ્વાસ્થ્ય માટે, અને પર્યાવરણ માટે પણ ખુબ ફાયદાકારક છે આથીજ‌ ખેતીમા ઓર્ગેનિક ખેતી ને પ્રાધાન્ય આપો.. ઓર્ગેનિક પધ્ધતી થી ખેતી કરો.
રાસાયણીક દવા કે ખાતર વગર ની  ખેતી ને રસાયણમુક્ત ખેતી, સજીવ ખેતી ,જૈવિક   ખેતી,પ્રાકૃતીક ખેતી, ઑર્ગૅનિક ખેતી અથવા કુદરતી ખેતી કહે છે.અને અંગ્રેજી મા ઑર્ગૅનિક ફાર્મિંગ.

            આપણે કુદરતી ખેતી ની શુન્ય બજેટ ખેતી પણ કહી સકિયે.આ પ્રકાર ની ખેતી મા કોઈ પણ પ્રકાર ની બહાર થી ખરીદેલી,ઝેરી વસ્તુ ઑ નો ઉપયોગ નથી કરવામા આવતો. આજથી સો દોઢસો વર્ષ પહેલા જેવી રીતે આપણા પૂર્વજો ખેતી કરતા હતા તે બધી રીતો ( જે હૂ આ બ્લોગ મા જણાવીશ ) અપનાવી આપણે કુદરતી ખેતી કરવાની છે.અને જો તમે આજ થી જ આ નાની બાબતો ધ્યાન મા રાખી ને કુદરતી ખેતી કરવાનુ ચાલુ કરશો તો,ન તો તમારી ઉપજ વધશે અને સાથે સાથે સારુ સ્વાસ્થ્ય મફત અને કુદરત ની સેવા કર્યા નો ગર્વ અને આનંદ અલગ. 

Saturday, 16 September 2017

National Project on Organic Farming

- No comments

National Project on Organic Farming

National Project on Organic Farming (NPOF) is a continuing central sector scheme since 10th Five Year Plan. Planning Commission approved the scheme as PILOT project for the remaining two and half years of 10th plan period with effect from 01.10.2004 with an outlay of Rs. 57.04 crore. The scheme is continuing in the 12th Plan.
NPOF is being implemented by National Centre of Organic Farming at Ghaziabad and its eight Regional Centres at Bangalore, Bhubaneshwar, Panchkula, Ghaziabad, Imphal, Jabalpur, Nagpur and Patna. Besides working for realisation of targets under NPOF, NCOF and RCOFs are also performing specific roles in promotion of organic farming.
Our Objectives.
Promotion of organic farming in the country through technical capacity building of all the stakeholders including human resource development, transfer of technology, promotion and production of quality organic and biological inputs.
Awareness creation and publicity through print and electronic media.
To act as nodal quality control laboratory for analysis of biofertilizers and organic fertilizers as per the requirement of Fertilizer Control Order (FCO, 1985).
Revision of standards and testing protocols keeping in view the advances in research and technology and bringing remaining organic inputs under quality control regime.
Organic input resource management, technology development through support to research and market development.
To maintain National and Regional culture collection bank of biofertilizer, biocontrol, waste decomposer organisms for supply to production units, development & procurement and efficacy evaluation of biofertilizer strains and mother cultures.
Promotion of Organic Farming through low cost certification system known as “Participatory Guarantee System”.
NPOF scheme provides financial assistance through Capital Investment Subsidy Scheme (CISS) for agro-waste compost production units, bio-fertilizers/bio-pesticides production units, development and implementation of quality control regime, human resource development, etc.

સજીવ ખેતી કરો અને બારેમાસ ધાણા ઉઘાડો.

- No comments

સજીવ ખેતી કરો અને બારેમાસ ધાણા ઉઘાડો. 

હાલમાં ખેડૂતો સજીવ ખેતી તરફ વળ્યાં છે. આ પ્રકારની ખેતીમાં ખેડૂતને સારો અને ઉત્તમ ગુણવત્તાવાળો પાક મળે છે. આ ઉપરાંત તેમની મહામુલી જમીનને નુકસાન થતું ઉલટાનું જમીન ફળદ્રુપ બને છે. સજીવ ખેતીમાં તૈયાર થયેલા પાકનો ભાવ પણ પોષણ કામ મળી રહે છે અને ખેડૂતે બજારમાં રસાયણીક ખાતર ખરીદવાની ઝંઝટમાંથી મૂકિત મળે છે. કુદરતી પેદાશોમાંથી જ ખેડૂત ખાતર બનાવી ઉત્તમ પાક લઈ શકે છે.આ જ રીતે સજીવ ખેતી કરી રહેલા બારડોલી વિસ્તારના એક ખેડૂતે ધાણાની ખેતી કરી છે. જેમાં તેઓને સારીએવી આવક પણ મળી રહી છે. સાવ નહીંવત ખર્ચે કરેલી આ ખેતીમાં તેમને સારી આવક મળતાં તેઓ આર્થિક રીતે પણ સદ્ધર થયાં છે. ત્યારે આવો આપણે તેમણે ધાણાની ખેતી કેવી રીતે કરી તે વિશે જાણીએ. જમીન : ધાણાની ખેતી માટે રેતાળ ગોરાડુ, જમીન નદીકાંઠાની ફળદ્રુપ જમીન પર આ પાક સારામાં સારો લઈ શકાય છે. વાવેતર: ઘાણાની ખેતી માટેનું વાવેતર નવેમ્બરથી જાન્યુઆરીના સમય દરમિયાન કરવામાં આવે છે. અને જો જુલાઈથી ઓકટોબર તથા ફેબ્રુઆરીથી એપ્રિલમાં ૪૦થી ૫૦ ટકા વાળી નેટમાં કરી શકાય છે. બીજ ઉગવામાં મદદરૂપ થાય તે માટે માર્ચ મહિનામાં આશરે અડધો ઈચ લીફ મોલ્ડ કમ્પોસ્ટનું મિક્ષ્ચર  કરવું. બીજ :
વાવણી માટે બીજ દર પ્રતિ એકરે ૫થી ૬ કિલો રોપવામાં આવે છે.
વાવણીનું અંતર : ધાણાની વાવણીની બે હાર વરચે ૯ ઈચ અને બે છોડ વરચે ૧થી બે ઈચ બીજને ખુંપીને વાવણી કરી શકાય છે. તેમજ પિયત ૧૨થી પંદર દિવસે આપવામાં આવે છે. પોષણ પ્રતિ એકરે : પાયામાં ૪છથી ૬ ટન કમ્પોસ્ટ છાણીયું ખાતર આપવામાં આવે છે. પૂર્તિમાં ૨૫ દિવસે ૫૦૦ કિલો વર્મીકમ્પોસ્ટ ખાતર નાંખવું. આંતર ખેડ તથા નિંદામણ : ધાણાના પાક લેતી વખતે આંતર ખેડ અને નિંદર બેથી ત્રણ વખત કરવું પડે છે. ધાણાનો પાક ૪૦થી ૪૨ દિવસે પહેલો વાઢ મળે છે. ૭૫ દિવસે બીજો વાઢ લેવો અથવા છોડ ઉપાડી લેવો. બીજ માટે ૩થી ૩.૫ મહિને પાક તૈયાર થાય છે. નવેમ્બર માસમાં જો ધાણાનું વાવેતર કર્યુ હોય તો ૯૦ દિવસે ત્રીજો વાઢ મળે છે. ધાણાનો પાક તૈયાર થયા બાદ તેની નાની ઝૂડી બનાવી ભીના કંતાનમાં લપેટીને બજારમાં મોકલવામાં આવે છે. ૪૦ દિવસે ધાણા કાપી લેવા, કારણ કે તે પછી ધાણા થોડા શ્યામ પડી જાય છે, પાન પીળા થઈ જાય છે અને રેસા પણ વધી જાય છે. ધાણામાં પાક સરક્ષણ
ધાણાના પાકમાં જોવા મળતી જીવાત મોલો મશી હોય છે. આ જીવાત માલૂમ પડે તો ખાટી છાશ, ગૌમુત્રનો છંટ કરવી

સિક્કિમના ૫૦ હજાર ખેડૂતોએ ઓર્ગેનિક ખેતી..

- No comments

સિક્કિમના ૫૦ હજાર ખેડૂતોએ ઓર્ગેનિક ખેતી. 

આપણે ત્યાં હજુ ઓર્ગેનિક ફાર્મિગની હજુ પોલીસીઓ બની રહી છે પરંતુ જડી બુટ્ટીઓ અને વન ઔષધીઓનો પણ ભંડાર ગણાતા પૂર્વોત્તર રાજય સિક્કિમમાં રાસાયણિક દવાઓ અને ખાતરોને તિલાંજલી આપવા ૧૦ વર્ષથી પ્રયાસો ચાલી રહયા છે. ૬.પ લાખની વસ્તી ધરાવતા સ્ટેટમાં ૫૦ હજારથી પણ વધુ હેકટર જમીનમાં ડાંગર,ઇલાયચી,આદુ, શાકભાજી અને ફળફળાદિનો ઓર્ગેનિક પાક લહેરાઇ રહયો છે. સિક્કિમમાં આ પરીવર્તન લાવવામાં મહિલા ખેડૂતોનો પણ સિંહફાળો છે. મુખ્યમંત્રી પવન ચામલિંગની સરકારે ૨૦૦૩માં વિધાનસભામાં એક પ્રસ્તાવ પસાર કરીને રાજયને ઓર્ગેનિક બનાવવાની હાકલ કરીને રાસાયણિક દવાઓ અને ખાતરો વેચવા પર પ્રતિબંધ પણ મુકયો હતો. દેશના કેટલાક રાજયો આજે પણ આર્ગેનિક ફાર્મિગ અપનાવવી કે નહી તે અંગે ઢચું પચું વલણ દાખવી રહયા છે ત્યારે સિક્કિમે સાબીત કર્યું છે સજીવખેતીએ ખોટનો ખાડો નથી પરંતુ પર્યાવરણ બચાવવાનો ટકાઉ વિકલ્પ પણ છે. સજીવ ખેતી અપનાવ્યા પછી સિક્કિમમાં ગરીબીરેખા નીચે જીવતા લોકોની સંખ્યા ૧.૭ લાખ હતી જે ઘટીને ૫૦ હજાર થઇ છે. રાજયના કૃષિ વિજ્ઞાાન કેન્દ્રો સજીવખેતી માટે સતત માર્ગદર્શન અને મદદ આપતા રહે છે.આ નાનકડા રાજયની ૬ હજાર હેકટર જમીનમાં વનસ્પતિ ખાધ અને અળસિયાના જૈવિક ખાતરના ઉત્પાદન માટે સેંકડો એકમો લગાવવામાં આવ્યા છે.વર્મી કમ્પોસ્ટ,રાઇઝોબિયમ, અઝોલા જેવા ખાતરો તથા લીમડા જેવી કડવી વનસ્પતિઓમાંથી બનેલી કુદરતી દવાઓ છાંટવાથી ખેડૂતોને ફાયદો થાય છે. ખેતીનું હબ ગણાતા દક્ષિણ સિક્કિમમાં ૩ હજાર ટન ઇલાયચી ૩ હજાર અને ૫૦ હજાર ટન આદુ પાકે છે.
૨૦૧૫ના અંત સુધીમાં સિક્કિમ રાસાયણિક દવાઓ અને કેમિકલ ફ્રી રાજય બનશે
૩ હજાર ટન ઇલાયચી ૩ અને ૫૦ હજાર ટન ઓર્ગેનિક આદુની ખેતી થાય છે.
આ ઉપરાંત ૬૩૦૦ હેકટર વિસ્તારમાંથી ૧૭૧૯૦ ટન ફળફળાદિ પાકે છે.આ ઓર્ગેનિક પાકોની દિલ્હી સહિતના ઉત્તર ભારતમાં સારી એવી માંગ છે. રાજયનું ઓર્ગેનિક આયોગ ૨૦૧૫ ના અંત સુધીમાં સિક્કિમને ભારતનું પહેલું ઓર્ગેનિક રાજય બનાવવાની નેમ પણ ધરાવે છે. રાજયના ઉપરાંત પોંગલા,ચીસોપાની. સલઘારી જેવા અનેક ગામોએ સજીવખેતી અપનાવીને પરિવર્તનનો પવન ઔફુકયો છે.

સજીવ ખેતી માટે ગૌમૂત્ર.

- No comments

સજીવ ખેતી માટે ગૌમૂત્ર. 

સજીવ ખેતી માટે જરૂરી એવા પદાર્થોમાં એક એવા ગૌમૂત્રના ઉપયોગથી પાકને પણ પુરતું પોષણ મળવાની સાથે પાકની ગુણવત્તા પણ સારીએવી જળવાઈ રહે છે. ત્યારે આ ગૌમૂત્રનો ખેતીમાં કેવી રીતે ઉપયોગ કરવો, તે અંગે માહિતી આપતા કછોલી ગામના ખેડૂત દીપકભાઈ પટેલે પોતાના અનુભવના આધારે તૈયાર કરેલી વિગતો અહીં આપી છે, તે આપણે જોઇએ.

તેમણે એક મુલાકાતમાં જણાવ્યું કે ગૌમૂત્ર એક ઉત્તમ ખાતર, ફુગનાશક અને પાક માટે વૃદ્ધિકારક છે. ગૌમૂત્ર વનસ્પતિઓ માટે કુદરતી ખાતર એટલે કે પોષક દ્રવ્ય છે. ઘણાં ખેડૂતો તેને અમૃત સંજીવની ગણે છે. તો કેટલાક ખેડૂતો તેને કુદરતી યુરિયા પણ ગણાવે છે. ગાભણી કે દુજણી ગાય ગોય તો તેના મુત્રમાં હામોgન્લ પણ વધારે હોય છે. ગૌમૂત્ર સેન્દ્રિય પદાર્થ અને નાઈટ્રોજનની દ્રષ્ટિએ ઉત્તમ છે.

તેમણે જણાવ્યું કે ઇન્ડિયન મેડિકલ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટે ગૌમૂત્ર ઉપર કરેલા પ્úથ્થકરણ મુજબ ગૌમૂત્રમાં સેન્દ્રિય પદાર્થ ૭૮.૪ ટકા, નાઈટ્રોજન ૧૦.૬ ટકા, પોટાશ ૭.૨ ટકા અને ફોસ્ફરિક એસિડ ૦.૨ ટકા હોય છે. જે ખેતી માટે અતિઉત્તમ પદાર્થો છે.

ગૌમૂત્રના ઉપયોગ બાબતે તેમણે જણાવ્યું કે ગૌમૂત્ર પિયતમાં પણ આપી શકાય અને પંપ વડે પણ તેનો છંટકાવ ખેતરોમાં કરી શકાય છે. જો ગૌમૂત્ર પિયતમાં આપવું હોય તો એક પ્લાસ્ટિકના નળવાળા કેરબામાં ગૌમૂત્ર અને ધોરિયામાં જ્યાંથી પાકનું વાવેતર શરૂ થતું હોય ત્યાં રાખવું. ટીપે ટીપે અથવા અત્યંત ધીમી ધારે ગૌમૂત્ર ધોરિયામાં જતાં પાણીમાં પડે તે રીતે નળ ખુલ્લો રાખવો જોઇએ.

સજીવ ખેતીમાં ગૌમૂત્રના ઉપયોગ કરવાના પ્રમાણ વિશે મતમતાંતર પ્રવર્તી રહ્યાં છે. કચ્છ વિસ્તારમાં કેટલાક ખેડૂતો એક પંપમાં ૨ લિટર ગૌમૂત્ર વાપરાવાના અનુભવો કરી ચુક્યાં છે જે મહદ્અંશે સફળ પણ થયાં છે. દક્ષિણ ગુજરાતમાં પણ કેટલાક ખેડૂતો તેનો ઉપયોગ કરી અનુભવોના આધારે સવા બે કે અઢી લિટર જેટલો ઉપયોગ એક પંપમાં કરે છે. પરંતુ ખેડૂતોએ જાતે જ પોતાના ખેતરોમાં ગૌમૂત્રનો ઉયોગનો અનુભવ કરી આગળ વધવું જોઇએ. ગૌમૂત્રના વધારે ઉપયોગ કરવાથી પાક બળી જવાની સંભાવના રહેલી છે. એક એકરમાં પાંચથી સાત લિટર ગૌમૂત્ર આપી શકાય.

જો ગૌમૂત્રનો છંટકાવ કરવાનો હોય તો એક પંપમાં ૩૦૦ મિલીથી શરૂઆત કરી શકાય છે. ગૌમૂત્રનો છંટકાવ સવારે ૧૦ કલાક પહેલા અથવા તો સાંજે ૪ કલાક પછી કરવો હિતાવહ હોવાનું તેમણે જણાવ્યું હતું.

ગૌમૂત્રના ઉપયોગથી થતાં ફાયદા
યોગ્ય માત્રામાં ગૌમૂત્રનો ઉપયોગ કરવામાં આવે તો તેનાથી ઘણાં ફાયદા થાય છે. ગૌમૂત્રથી પાકને પોષણ મળે છે. તેની સાથે પાકની ગુણવત્તા પણ સુધરે છે. ગૌમૂત્રથી જમીનજન્ય ફુગના રોગનો અને ઉધઈનો નાશ થાય છે. ગૌમૂત્રથી જમીનના ક્ષાર પણ ઓછાં થઈ જતાં હોવાનું એક અનુભવના આધારે દીપક પટેલને જાણવા મળ્યું છે. આ પ્રયોગ ખેડૂતોએ અપનાવવા જેવો ખરો.

સજીવ ખેતી વર્તમાન સમયની આવશ્યકતા.

- No comments

સજીવ ખેતી વર્તમાન સમયની આવશ્યકતા. 

સજીવ ખેતી એટલે એવી ખેતી જેમાં કોઇ જ પ્રકારનું રાસાયણિક ખાતર કે રાસાયણીક જંતુનાશક દવા વગર કરાતી ખેતી, જેમાં કુદરતી સ્ત્રોતોનો ઉપયોગ કરાય છે. જેમ કે, છાણીયું ખાતુર, લીમડાના પાનનો અર્ક વિગેરેનો સમાવેશ થાય છે. આ પ્રકારની ખેતીમાં ઉત્પાદન જળવાઇ રહે છે. જેથી તંદુરસ્તી પણ જળવાઇ રહે છે.
સજીવ ખેતી એ વર્તમાન સમયની આવશ્યકતા છે અને સજીવ ખેતીને ઉત્તેજન મળે તે હેતુ ગુજરાત સરકારે પણ સજીવ ખેતી નીતિ ઘડી કાઢવાનું કટિબદ્ધતા દેખાડી દીધી છે ત્યારે આ માટે સૌએ સહયોગી બનીને કાર્ય કરવું પડશે તેવું આહવાન આજે ભુજ ખાતે આયોજિત કાર્યક્રમમાં કરાયું હતું. કૃષિ વિકાસક્ષેત્રે ગુજરાતે અગ્રેસરતા પ્રાપ્ત કર્યા બાદ સજીવ ખેતીના ક્ષેત્રે મહત્ત્વના કદમ માંડી રહ્યું છે ત્યારે રાજ્ય સરકારે સજીવ ખેતી નીતિ ઘડવા માટે જે પ્રયાસો આદર્યા છે તે અંગે લોક અભિપ્રાય મેળવવાના હેતુથી ભુજના જિલ્લા પંચાયત હોલ ખાતે એક દિવસીય ચર્ચા સભાનો પ્રારંભ કરાયો છે. સાત્વીક સંસ્થા, રામકૃષ્ણ ટ્રસ્ટ, કચ્છ કિસાન સંઘ, પ્રમોટીગ ઈકોલોજીકલ ફાર્મિંગના ઉપક્રમે આયોજિત ચર્ચા સભામાં વિવિધ તજજ્ઞો પોતાનો મત દર્શિત કરી રહ્યા છે. જનત સંસ્થાના ડિરેકટર કપીલભાઈ શાહ, કાજરી સંસ્થાના ડો. દેવી દયાલ, પ્રગત્તિશીલ ખેડૂત વેલજીભાઈ ભુડિયા, ઉત્કૃષ્ઠ સજીવ ખેતી સંશોધન કેન્દ્રના શ્રી નાકરાણી, કચ્છ કિસાન સંઘાના પ્રમુખ શામજીભાઈ મ્યાત્રા, સંદીપ વીરમાણી, શૈલેશ વ્યાસ સહિતે ઉપસ્થિત ખેડૂતો, ઉત્પાદકો, સ્વૈચ્છીક સંસ્થાના પ્રતિનિધિઓ તેમજ અન્યો ઉપસ્થિતોને મહત્ત્વ પૂર્ણ માર્ગદર્શન આપી સજીવ ખેતીની ઘડાનારી નીતિમાં કયા નેતાઓને સમાવી શકાય તે અંગે અભિપ્રાય માંગ્યો હતો. દિવસભરની ચર્ચા સભા બાદ એક અહેવાલ તૈયાર કરી રાજ્યસ્તરે મોકલવામાં આવશે તેવું જણાવાયું હતું.
ગુજરાત ઓર્ગેનિક પ્રોડકટસ સર્ટીફિકેશન એજન્સી અમદાવાદ (ગોપકા) ના સહયોગ અને આણંદ કૃષિ યુનિ., આણંદ દ્વારા યુનિ.ના ભવન ખાતે આજે ગુજરાત રાજ્ય માટે સજીવ ખેતી નીતિ લોક અભિપ્રાય વિષય અન્વયે એક દિવસીય બેઠક મળી. આ બેઠકમાં ઉપસ્થિત મહાનુભાવોમાં ઉદ્દઘાટક તરીકે ડો. એમ.એચ. મહેતા, પૂર્વ કુલપતિ ગુજરાત કૃષિ. યુનિ.) અતિથી વિશેષ સર્વદમન પટેલ (પ્રમુખ, અખિલ ભારત સજીવ ખેતી) ડો.કે.બી. કથીરીયા (સંશોધન નિયામક આણંદ કૃષિ યુનિ.) તથા આમંત્રિત મહેમાનો આર.એ.ઓઝા (કવોલીટી મેનેજર -ગોપકા), કપીલ શાહ (વડોદરા) ડો. રાજેન્દ્ર ખીમાણી (ગુજરાત વિદ્યાપીઠ અમદાવાદ), ડો. અતુલ પંડયા (પર્યાવરણ શિક્ષણ કેન્દ્ર અમદાવાદ), ડો. કે.પી. પટેલ (આચાર્ય, બી.કે. કોલેજ- આણંદ) ડો. રાજાબાબુ (બાયો ફર્ટીલાઇઝર), આર.એ. ઓઝા (કવોલીટી મેનેજર -ગોપકા) અને ડો. કે.જી. મહેતા (પ્રમુખ, ગુજરાત કૃષિ વિજ્ઞાન મંડળ- અમદાવાદ)ની ઉપસ્થિતિમાં યોજાયો હતો. આ કાર્યક્રમમાં કૃષિ વૈજ્ઞાનિકો, વિતરકો, ખેડૂતો, ગ્રાહકો, નિકાશકારો, અધિકારીઓ સ્વૈચ્છીક સંસ્થાઓ અને ખેત ઉત્પાદન બજાર સમિતિના અધિકારીઓ મળી સજીવ ખેતીને લગતા મુદ્દાઓ ઘડવા અંગેના વિચારો રજૂ કર્યા અને સજીવ ખેતી માટેનાં લોક અભિપ્રાય એકઠાં કરાયા. આ સંદર્ભ ગુજરાત સરકાર દ્વારા રાજ્યની ૪ કૃષિ યુનિમાં સજીવ ખેતી અંગે માહિતીનો પ્રચાર પ્રસાર કરવા કાર્યક્રમ ગોઠવવામાં આવ્યો.
આ અંગે વકતાઓ દ્વારા સજીવ ખેત પેદાશોની માંગ વિશ્વભરમાં ૪૦ ટકાનાં વાર્ષિક દરથી વધી રહી છે જેથી ભારત સરકાર દ્વારા સજીવ ખેતીને પ્રોત્સાહન આપવાનું શરૂ કરાયું છે અને હાલ તાજેતરનાં બજેટમાં સજીવ ખેતીના પ્રસાર માટે વિશેષ રકમ ફાળવવામાં આવી છે. આ અંગે ૧૦ રાજ્યોએ સજીવ ખેતીની નીતી બનાવેલી છે જેનું આણંદ કૃષિ યુનિ. દ્વારા આજની બેઠકમાં સજીવ ખેતી મોડેલ તૈ્યાર કરવામાં આવ્યું હતું. જે આ એક દિવસની બેઠકમાં નક્કી કરવામાં આવ્યું હતું. આ ખેતીની વિદેશમાં ખુબ જ માંગ છે. જેનાથી પર્યાવરણ જળવાઇ રહેતા જમીનની ગુણવત્તા પણ સારી રહે છે. સજીવ ખેતીમાં દેશના સીક્કીમ, હિમાચલપ્રદેશ, તામીલનાડુ, કેરાલા, જેવા રાજ્યોમાં એનો વ્યાપ સારો છે. આ પ્રકારની ખેતી ગુજરાતમાં ખુબ મોટા પાયે વિકસીત થાય તે અંગેની પોલીસી બનાવવાનું પ્લેટફોર્મ નક્કી કરવા કૃષિ યુનિ.ના નિષ્ણાંત વૈજ્ઞાનિકો સહિત ૧રપ ઉપરાંતનાં ખેડૂતો ઉપસ્થિત રહ્યાં હતાં અને એક દિવસીય સજીવ ખેતી અંગેની નીતી રીતી અંગેની માહિતી મેળવી હતી.

ઓર્ગેનિક ફાર્મ ની તમામ માહિતી

- No comments

ઓર્ગેનિક ફાર્મ ની તમામ માહિતી. 

સજીવ ખેતી એટલે ખેતીની એવી પદ્ધતિ જેમાં યુરીયા કે બીજા કોઈ પણ પ્રકારના રસાયણિક ખતરો તેમજ રસાયણિક ઝેરી જંતુનાશકોનો ઉપયોગ કરવામાં આવતો નથી. પાક ના પોષણ માટે છાણીયું ખાતર, અળસિયાનું ખાતર, કમ્પોસ્ટ ખાતર વગેરે તથા પાક સંરક્ષણ માટે ગૌમૂત્ર, લીમડાનું દ્રાવણ, છાશ વગેરે વાપરવામાં આવે છે.

સજીવ ખેતીની પેદાશો પોશાન્યુક્ત હોય છે. એમાં કુદરતી સ્વાદ, મીઠાશ અને સોડમ હોય છે.તેમાં વધુ ખનીજ, વિટામીન અને જીવન શક્તિ આપતા તત્વો હોય છે. દા.ત. સજીવ ખેતીની પેદાશોમાં રસાયણિક ખેતીની પેદાશોની સરખામણીમાં ૬૩% વધુ કેલ્શિયમ, ૭૩% વધુ લોહતત્વ, ૧૧૮% વધુ મોલીબ્ડેનમ, ૯૧% વધુ ફોસ્ફરસ, ૧૨૫% વધુ પોટેશિયમ અને ૬૦% વધુ જસત હોય છે.

વિવિધ પદ્ધતિઓ દ્વારા ગુણવત્તાયુકત અને વધુ ઉત્પાદન, જમીનની સાથે પાકનીગુણવત્તા પણ જળવાઇ રહે તેવી વિશેષ પદ્ધતિ એટલે સજીવ ખેતી: સજીવ ખેતી, ઋષિ ખેતી, કુદરતી ખેતી, સેન્દ્રિય ખેતી વગેરે જુદાજુદા નામો હેઠળ પાક ઉત્પાદન લેવાની પઘ્ધતિનો વિકાસ આજે દેશમાં અને તેમાયં ખાસ કરીને ગુજરાત રાજ્યમાં ખેડૂતો સજીવ ખેતીનો ઉપયોગ કરવા જ હજુ પણ ટાળે છે. જૉ કે તેના પાછળ સૌથી મોટું કારણ સજીવ ખેતીની વિવિધ પદ્ધતિઓ અને તેના લાભની યોગ્ય માહિતીના અભાવ છે. આપણે ત્યાં વર્ષોથી વધારે ખાતર અને પાણીના ઉપયોગથી વધુ ઉત્પાદન આપતી અને ટુંકા ગાળામાં પાકતી વિવિધ પાકની જાતો એ હરીયાળી ક્રાંતિના પાયામાં કરેલું અગત્યનું પરીબળ હતું.

જેના કારણે આ નવીન જાતોનો બહોળો પ્રમાણમાં ઉપયોગ કરવામાં આવ્યા. પરીણામ સ્વરૂપે ઉભા થાય જેમાં ખાસ કરીને વધુ પડતાં કષિ રસાયણોનો ઉપયોગ કરવાથી જમીનનું આરોગ્ય બગડવા લાગ્યું તથા જમીનની ઉત્પાદકતા અને ફળદ્રુપતા પણ ઘટવા લાગ્યાં, જેના કારણે લાંબા સમય પછી આ જમીનમાંથી પાકનું ઉત્પાદન અને ગુણવત્તા બંને ઘટી ગઇ.

આમ અંતે તો જમીનના નુકશાન સાથે સાથે ખેડૂતને પણ નુકસાન વેઠવાનો વારો આવ્યો. ત્યારે જમીનની સાથે સાથે પાકની પણ ગુણવત્તા જળવાઇ રહે તેવી પઘ્ધતિની આવશ્યકતા ઉભી થઇ. જેના ફળ સ્વરૂપે સજીવ ખેતી, ઋષિ ખેતી, કુદરતી ખેતી, સેન્દ્રિય ખેતી વગેરે જુદાજુદા નામો હેઠળ પાક ઉત્પાદન લેવાની પઘ્ધતિનો વિકાસ થયો. પાક પઘ્ધતિ :
આંતર પાક- મીશ્ર પાક પઘ્ધતિ હેઠળ કઠોળ પાકોનો સમાવેશ કરવાથી હવામાં રહેલો નાઇટ્રોજન જમીનમાં ઉમેરાય છે. જે પાકને ઉપયોગી બનેછે.
દર વર્ષે એક જ વર્ગનો પાક ન લેતા પાકની ફેર બદલી કરવી, જેમાં કઠોળવર્ગના પાકનો સમાવેશ કરવો.
પાકપોષણ વ્યવસ્થાપન :
સારૂ કહોવાયેલું નિદણના બીજયુક્ત છાણિયા ખાતરનો ઉપયોગ કરવો.
છાણીયું ખાતર, ગળતીયું ખાતર વાવેતર માટે જમિન તૈયાર કરતી વખતે આપવું.
છાણીયા ખાતરની અવેજીમાં પાકની પોષકતત્વોની જરૂરિયાતને ઘ્યાનમાં લઇ જુદાજુદા ખોળ, વર્ષિક પોસ્ટ, પ્રેસમડ, કહોવાયેલો કચરો વગેરેનો ઉપયોગ કરવો.
જીવાણુઓ દ્વારા હવામાનો નાઇટ્રોજન જમિનમાં ઉમેરાય તે હેતુસર કઠોળ વર્ગના પાકોને જે તે પાક અનુરૂપ જીવાણુંઓનો પટ આપવો.
પાક આયોજનમાં લીલા પડવારા ધારા સેન્દ્રિય પદાર્થ જમીનમાં ઉમેરાય તે મુજબ તેનો સમાવેશ કરવો.
પહોળા ગાળે વવાતા પાકોમાં શકય બને તો માસમાં જ ખાતર આપવું.
પાકના અવશેષો, ખેતરના ખળાના નકામો કચરો વગેરે બાળી ન નાખતાં જે તે ખેતરમાં જ દબાવી દેવાં અથવા એકત્રિત કરી કહોવાવ્યા બાદ જ ખેતરમાં નાખવો.
રોગ-જીવાત વ્યવસ્થાપન :
રોગ-જીવાત પ્રચકારક જાતોની પસંદગી કરવી ઉનાળામાં ઉડી પેડ કરવી.
વાવણી સમય જાળવી-ગોઠવી પાકને રોગ જીવાતથી બચાવી શકાય.
મોટી ઇયળો હાથથી વીણી નાશ કરવો.
બીજનો દર પ્રમાણમાં વધારે રાખવો, જેથી રોગ જીવાતથી નુકશાન થાય, ઉગાવો ઓછો થાય તો પણ એકમ વિસ્તારદીઠ છોડની સંખ્યા જળવાઇ રહે.
પ્રકાશ પિંજરનો ઉપયોગ કરવો.
વનસ્પતિ આધારિત દવાઓ જેવી કે લીમડામાંથી, આંકડામાંથી બનાવેલ દવાઓનો ઉપયોગ કરવો.
નિંદણ નિયંત્રણ
ઓછામાં ઓછી ખેડ કરવી જેથી નિચલા સ્તરમાં રહેલાં નિદાણના બીજ ઉપર આવે નહીં.
સજીવ ખેતીના ફાયદા
પાક ઉત્પાદનની ગુણવત્તા અને ઉત્પાદકતા જળવાઇ રહેવાની સાથે ખાતરનો ખર્ચ ઘટતો હોવાથી ખેડૂત માટે અત્યંત ફાયદાકારક

જમીન, પાણી અને પર્યાવરણને નુકશાન થતું નથી.
પાક ઉત્પાદનની ગુણવત્તા વધુ હોય છે.
જમીનની ઉત્પાદકતા અને ફળદ્રુપતા જળવાઇ રહે છે અને તેમાં વધારો થાય છે.
જમીનની તંદુરસ્તી લાંબા સમય સુધી જળવાઇ રહે છે.
ઉત્પાદન ગુણવત્તાયુકત હોઇ બજાર ભાવ વધારે મળે છે.
લાંબા ગાળે ઉત્પાદનયુકત હોઇ બજારભાવ વધારે મળે છે.
ખેતરમાં જ ઉત્પન્ના થયેલા ઘાસ કચરો વગેરેને કહોડાવી તેનાં ખાતર તરીકે ઉપયોગ કરવામાં આવતો હોઇ ખાતર ખર્ચ ઓછો થાય છે.
રોગ-જીવાતના નિયંત્રણ માટે કષિ રસાયણનો ઉપયોગ ન કરવાથી પાક ઉત્પાદન ગુણવત્તા સભર હોઇ મનુષ્યની તંદુરસ્તીને નુકશાન કરતું નથી.
નિંદામણ દૂર કરવી જરૂરી
વાવેતર અગાઉ પિયત આપી નિંદણ ઉગી ગયા બાદ તેનો છીછરી પેડ દ્વારા નાશ કરવો.
પાક ઉગ્યા બાદ ઊભા પાકમાં આંતરજૉડ કરી નિંદણ દૂર કરવું.
લાઇનમાં રહેલ નિંદણ ખુરપીનો ઉપયોગ કરી દૂર કરવું.
ઉનાળામાં ઉડી ખેડ કરી ચીઢો, ઘરો જેવા હડીલા નિંદણનો નાશ કરવો.
સારૂ કોહવાયેલું નિંદણના બીજયુકત છાણિયા ખાતરનો ઉપયોગ કરવો.
પિયત વ્યવસ્થા :
પાકને જરૂરીયાત મુજબ જ પિયત આપવું.
પાકની પાણીની કટોકટી અવસ્થાઓની જાણકારીમેળવી આ અવસ્થાયે જ પાણી આપવું.
વધારે પિયત પાણી આપવાથી, વધારે ઉત્પાદન મળે તે ખ્યાલ દૂર કરવો.
વધારે પિયત આપવાથી રોગ-જીવાત વધે છે.
કાર્યથીમ પિયત પઘ્ધતિનો ઉપયોગ કરવો.
આમ, ઉપરના મુદ્દા ઘ્યાનમાં રાખીને સફળતાપૂર્વક સજીવખેતી હેઠળ વધારે અને લાંબા સમય સુધી ઉત્પાદન મેળવી શકાય છે.

વિવિધ પદ્ધતિઓ દ્વારા ગુણવત્તાયુકત અને વધુ ઉત્પાદન, જમીનની સાથે પાકનીગુણવત્તા પણ જળવાઇ રહે તેવી વિશેષ પદ્ધતિ એટલે સજીવ ખેતી: સજીવ ખેતી, ઋષિ ખેતી, કુદરતી ખેતી, સેન્દ્રિય ખેતી વગેરે જુદાજુદા નામો હેઠળ પાક ઉત્પાદન લેવાની પઘ્ધતિનો વિકાસ
આજે દેશમાં અને તેમાયં ખાસ કરીને ગુજરાત રાજ્યમાં ખેડૂતો સજીવ ખેતીનો ઉપયોગ કરવા જ હજુ પણ ટાળે છે. જૉ કે તેના પાછળ સૌથી મોટું કારણ સજીવ ખેતીની વિવિધ પદ્ધતિઓ અને તેના લાભની યોગ્ય માહિતીના અભાવ છે. આપણે ત્યાં વર્ષોથી વધારે ખાતર અને પાણીના ઉપયોગથી વધુ ઉત્પાદન આપતી અને ટુંકા ગાળામાં પાકતી વિવિધ પાકની જાતો એ હરીયાળી ક્રાંતિના પાયામાં કરેલું અગત્યનું પરીબળ હતું.

જેના કારણે આ નવીન જાતોનો બહોળો પ્રમાણમાં ઉપયોગ કરવામાં આવ્યા. પરીણામ સ્વરૂપે ઉભા થાય જેમાં ખાસ કરીને વધુ પડતાં કષિ રસાયણોનો ઉપયોગ કરવાથી જમીનનું આરોગ્ય બગડવા લાગ્યું તથા જમીનની ઉત્પાદકતા અને ફળદ્રુપતા પણ ઘટવા લાગ્યાં, જેના કારણે લાંબા સમય પછી આ જમીનમાંથી પાકનું ઉત્પાદન અને ગુણવત્તા બંને ઘટી ગઇ.

આમ અંતે તો જમીનના નુકશાન સાથે સાથે ખેડૂતને પણ નુકસાન વેઠવાનો વારો આવ્યો. ત્યારે જમીનની સાથે સાથે પાકની પણ ગુણવત્તા જળવાઇ રહે તેવી પઘ્ધતિની આવશ્યકતા ઉભી થઇ. જેના ફળ સ્વરૂપે સજીવ ખેતી, ઋષિ ખેતી, કુદરતી ખેતી, સેન્દ્રિય ખેતી વગેરે જુદાજુદા નામો હેઠળ પાક ઉત્પાદન લેવાની પઘ્ધતિનો વિકાસ થયો.
પાક પઘ્ધતિ :
આંતર પાક- મીશ્ર પાક પઘ્ધતિ હેઠળ કઠોળ પાકોનો સમાવેશ કરવાથી હવામાં રહેલો નાઇટ્રોજન જમીનમાં ઉમેરાય છે. જે પાકને ઉપયોગી બનેછે.
દર વર્ષે એક જ વર્ગનો પાક ન લેતા પાકની ફેર બદલી કરવી, જેમાં કઠોળવર્ગના પાકનો સમાવેશ કરવો.